કેબલ કટ, પ્રકરણ ૨૮

(104)
  • 3.3k
  • 5
  • 1.3k

સુજાતાએ સ્વસ્થ થઇ બોલવાનું શરુ કર્યું, સર, મારી અને ગુલાબદાસની ઓળખાણ વિમલે કરાવી હતી. વિમલ અને ગુલાબ દાસ મિત્રો હોવાથી વિમલે એકવાર દારુના નશામાં અમારા બંનેના ગેરસંબંધોની વાત તેને કરી હતી. તે દિવસથી ગુલાબ દાસ પણ મારી જોડે ગેરસંબંધ રાખવા મને ફોન પર વાતો કરતો હતો અને મને બ્લેકમેલ કરવાની ધમકી આપતો હતો. પણ બબલુની બીકથી હું તેને ફરી કયારેય રુબરુ મળી નહોતી. મેં વિમલને પણ આ વાત કરી ગુલાબ દાસને સમજાવવા કહ્યુ હતું. પણ ગુલાબ દાસ મને ફોન પર સતત હેરાન કરતો હતો અને હું વાત બગડે એના ડરથી બબલુને કહેતી ન હતી. છેલ્લે કયારે ગુલાબ દાસે તમને ફોન કર્યો હતો?