પહેલો પ્રવાસ

  • 3.4k
  • 5
  • 782

પ્રવાસ જીવનમાં ઘણુ શીખવી જાય છે. એકલા રહેતા, દરેક વસ્તુ નુ મેનેજમેન્ટ કરતા, નવા નવા ચહેરાઓ સાથે મિત્રતા કરાવી જાય છે. મિત્રોની સાચી ઓળખાણ પણ કરાવી જાય છે. કોણ આપણા કામમાં આવશે અને કોણ નહી. મારો પહેલો પ્રવાસ એટલે નાથદ્વારા નો પ્રવાસ. આમતો હુ કદી એકલો કોઈ જગ્યાએ જતો નથી પરંતુ આ મારી પહેલ હતી સૌપ્રથમ વખત બહાર જવાની. નાથદ્વારા, રાજસ્થાન એટલે શ્રી નાથજીનુ ધામ. જેનુ વૈષ્ણવ સંપ્રદાયમા ખુબ મહત્વ છે. નાથદ્વારા એટલે મારા શબ્દોમાં કહુ તો તમે વારંવાર જાઓ તો પણ તમને દર્શન કરવાની મજા પડે તેવુ સ્થળ. અહીંના લોકો, સાકડા રસ્તાઓ, ભીડમા દર્શન કરવાની તથા ફરવાની મજાજ કાઈક