બેંગકોકમાં બે વીક

  • 4.5k
  • 4
  • 1.9k

થાઈલેન્ડ ફરવા તો આપ સહુ ઘણા ગયા હશો. 2012 એપ્રિલમાં મને બેંગકોકના એક રહેવાસી તરીકે 2 અઠવાડિયાં રહેવાનો લહાવો મળેલો તે એક સ્મૃતિ તરીકે 2018ના અંતમાં હું આપ સહુ સમક્ષ મુકીશ. મારો પુત્ર દિલ્હીથી ત્યાંની ફર્મમાં પસંદ થઇ ત્યાં નોકરી કરતો, તે વખતે અપરિણીત. થાઈલેન્ડ જવા વિસા તો લેવા પડ્યા, સહેલાઈથી મળી ગયા, મારો કઝીન દિલ્હીમાં જ થાઇલેન્ડની એમ્બસીની ઓફિસ પર જઈ લઈ આવ્યો. ઉતરતાં જ ‘સ્વર્ણભુમી વિમાન પત્તન મથક’ એવા શબ્દો અંગ્રેજીમાં જોયા. નાગદમનનું દ્રશ્ય એરપોર્ટ પર શિલ્પમાં કંડારેલું હતું. એરપોર્ટ પર ફલાઈટ ઉતરતાં જ જોયું કે એરાઈવલ 3 માળનું હતું અને નિચલે માળ લોકલ મેટ્રો પણ આવતી હતી.