ચુંબન

(103)
  • 5.2k
  • 27
  • 1.5k

સરસ...અંજલી.... આયુષે તેની સામે જોઇ રહેલી અંજલીને કહ્યુ.અંજલી એ આ સાંભળી ને તેની સામે મનમોહક સ્મિત કરુ.આ સ્મિતથી લાગણીવશ થઇને આયુષે અંજલીને તેના ખોળામા બેસાડી દીધી.અંજલી તેના એક હાથ વડે આયુષના ખંભાને જાલીને તેના ખોળામા બેઠી હતી અને તેની સામે તાકી રહેલા આયુષને જોઇ રહી હતી. અંજલી....તારા હોઠ બગડ્યા છે આયુષે અંજલીના હોઠ પર તેની નજર ફેરવતા કહ્યું. ભલે ને બગડ્યા... અંજલી એ આયુષની ધડીયાળનો બેલ્ટ સરખો કરતા કહ્યુ. ખરેખર...સાચે કહુ છુ...તુ તારા હોઠ સાફ કરી નાખ...તે બહુ ગંદા લાગે છે આયુષે અંજલીને કહ્યુ. મને ખબર છે...મારે મારા હોઠ સાફ નથી કરવા તે ભલે ગંદા લાગતા હોય તો પણ અંજલીએ થોડી અકળામણ બતાવતા આયુષને કહ્યુ.