શમણું એક સોનેરી સાંજનું-૯

(64)
  • 2.8k
  • 8
  • 1.1k

શમણું એક સોનેરી સાંજનું-૯ સોનેરી સાંજનો સૂરજ ઉગે એ પહેલા જ આથમી ગયો છે અને અમાસના અંધકારની જેમ ચારેઓરથી કાળા-ઘેરા વાદળોથી આખુંય વાતાવરણ પીંખાઈ ગયું છે. હજી સંજયને હોશ આવ્યો નથી. અંધકારને ચીરીને સૂર્યોદયની આપણે રાહ જોતા હોઈએ છે એમ આજે સંજયના હોશમાં આવવાથી જે ઉજિયારો આવવાનો છે એની વાટ બધા કાગડોળે જોઈ રહ્યા છે. ડૉક્ટર્સ પોતાના કામે લાગી ગયા છે. સંજય સાથે એક નર્સ અને ડૉક્ટર હાજર જ રહે છે. વિનયભાઈની ઓળખાણના લીધે સંજયનું થોડું વધારે ચીવટતાતી ધ્યાન રખાઈ રહ્યું છે અને બસ આ કેસ સકસેસ થાય એટલે બધાના મનની હણાઈ ગયેલી શાંતિ પછી આવે. કેવી છે ને જિંદગી