કેશવનો અપૂર્ણ પ્રેમ - ક્રિષ્ના - ૨

(29)
  • 3k
  • 4
  • 750

ક્રિષ્ના ઘણી વાર સુધી રેસ્ટોરન્ટ માં બેઠા પછી ઘરે ગઈ.અત્યારે તેના ચહેરા પર કોઈ ભાવ ન હતા પણ અંદર થી તેનું હૈયું ખૂબ જ રડી રહ્યું હતું. ગમે તે રીતે ક્રિષ્ના એ પોતાની જાત ને સાંભળી રાખી હતી.ક્રિષ્ના ઘરે પહોંચી ને સીધી ઘર ના પગથિયાં ચડી ને તેના બેડરૂમ માં ભરાઈ ગઈ અને બેડરૂમ નો દરવાજો બંધ કરી દીધો. ક્રિષ્ના ની મમ્મી તેને જોઈ ગઈ એટલે તે પણ ક્રિષ્ના ની પાછળ તેના બેડરૂમ સુધી આવી.દરવાજા બંધ હતો એટલે ક્રિષ્ના ને બુમ પાડી કે શું થયું ત્યારે ક્રિષ્ના એ તબિયત નરમ હોવાનું બહાનું કાઢી ને તેની મમ્મી ને પાછી મોકલી દીધી.