પ્રેમની એક પળ

(82)
  • 2.7k
  • 33
  • 989

એવા મા વૈભવનું ધ્યાન રેણુકાના સુડોળ અને સુંદર શરીર પર પડયું જે વરસાદમાં ભીંજવાથી બધું આકર્ષક અને મોહિત લાગી રહ્યું હતું. રેણુકા પરથી વૈભવને નજર હટાવવાની ઈચ્છા થતી ન હતી, રેણુકાનાં વરસાદને લીધે ભીંજાયેલા એના સુંદર કાળા ભમ્મર વાળ જાણે એના વાળમાં કોઈ હીરા જડયા હોય એવી રીતે ચમકી રહ્યા હતાં, રેણુકાના ચહેરા પર પડેલા વરસાદનાં પાણીના ટીપા તેની સુંદરતા અને મોહકતા માં ચાર ચાંદ લગાવી રહ્યા હતાં અને ભીંજાયેલી સાડીમાં રેણુકા ને જોયા પછી તેનું સુડોળ શરીર વૈભવના માનસપટ્ટ પર છવાય ગયું હતું અને તેની સાડીની એક બાજુ થી ડોક્યુ કરી રહેલ રેણુકાનો કમરનો ભાગ વૈભવને વધુ ને વધુ મોહિત કરી રહ્યો હતો, વરસાદને લીધે આજુબાજુનું વાતાવરણ જેટલું નયનરમ્ય હતું તેટલું જ રેણુકાનું શરીર વૈભવને નયનરમ્ય લાગી રહ્યું હતું.