મને કોણ સમજશે?

(37)
  • 2.2k
  • 10
  • 690

એક બાજુ મંડપ ડેકોરેસન વાળો બુમો પડી ને તેના માણસો ને ઉતાવળ કરવા કહી રહ્યો હતો. આ બાજુ ફૂલોવાલો લગન ગીત ગાતા ગાતા તોરણ બાંધી રહ્યો હતો. ઊંડે ઊંડે મને પણ લાગવા લાગ્યું કે હું આ ફિલ્મની ડીરેક્ટર તો નથી કારણ કોઈ મારી વાત ને માની નથી રહ્યું. પણ હા.. હું આ ફિલ્મ નું મુખ્ય પાત્ર તો જરૂર થી છું.બધા જ લોકો નું ધ્યાન થોડી થોધી વારે મારા તરફ જતું હતો. હું બેસી બેસી ને કંટાળી ગઈ હતી. હવે મારે કામ કરવું હતું. પણ જેવું હું કોઈ કામ કરવા લઉં કે લોકો આવીને મારું કામ એમના હાથ માં લઇ લેતા અને મને શાંતિ થી એક જગ્યા એ બેસી જવાની સુચના આપતા . લોકો આવું કેમ કરતા હતા ? ખબર નહિ.