એક સત્ય

(65)
  • 3.3k
  • 17
  • 1.6k

પ્રિયા ની ઉંમર લગભગ પિસ્તાલીસ આસપાસ પણ જાણે ઉમર ગણતરી ભૂલી ગઈ હોય એમ માંડ ત્રીસની લાગે.... અનિતા પ્રિયા કરતા એકાદ વર્ષ મોટી પણ તોય માસિયાર બહેન સાથે એક નજીકની મિત્ર કહી શકાય એવો બન્ને નો સંબધ.. કોઈ સંજોગોવસાત પ્રિયા એ કુંવારી જ રહેવાનું નક્કી કરેલું .. વધુ પ્રશ્નો ના જવાબ એ આપતી નહીં મોટા ભાગે ઉડાડી દેતી....અનિતા ને પણ એનો આજીવન અપરણિત રહવાનો નિર્ણય સમજાયો નહી....અનિતા ખૂબ પ્રયત્ન કર્યા પૂછવાના પણ પ્રિયા કોઈ ના કોઈ રીતે આખી વાત જ બદલી લે... જાણે કે એને જણાવવું જ નહોતું .. પ્રિયાનો મોટા ભાગનો સમય એની એનજીઓ ચલાવવા માં જતો... ઘરે પણ ભાગ્યેજ જોવા મળે કોઈ ના કોઈ એનજીઓ ના કામ સબબ તે ભટકતી રેહતી....