એક્ટર ભાગ ૧૧.

(62)
  • 3.1k
  • 7
  • 1.4k

વાતો કરતા અમે સ્વાગત રેસ્ટોરન્ટ પહોંચી આવ્યા.. સવારથી એક મોટા ઓપરેશનને અંજામ આપી અમે બંને થાકી ગયા હતા. ચેર ઉપર બેસતા જ શૈલીએ ઠંડા પાણીનો ઓર્ડર કરી મેનુ હાથમાં પકડ્યું. મારું હવે ધ્યાન એના તરફ ગયું, હવે હું એને બરાબર નોંધી રહ્યો. એ પણ જબરી કીમિયાગર નીકળી. એના બ્લેક બ્લાઉઝ ની કોલર ઉપર પ્રસ્વેદ બાજી અને સફેદ થઇ ગયો હતો, એના માથામાં લગાવેલું સિંદુર હજુ પણ ઝાંખું ઝાંખું દેખાઈ રહ્યું. એના ગોરા ગોરા ગાલ ઉપર થાકી ગયા પછીની શાંતિનો ગ્લો ઉપસી આવતો. “હાસ આજે આપણું નેવું ટકા કામ પૂરું. હવે કિશોર અને ઇન્દુ બંને એક સેલમાં બેસીને જેલમાં ચક્કી પીસવા બેસસે. એ બંનેને જેલ ના સળિયા પાછળ જોયા પછી જ હું લંડન જઈશ,”