11462 કિલોમીટર

(11)
  • 1.8k
  • 597

પારેવીનાં કેનેડાનાં પ્રવાસ દરમ્યાન એ અને એંન્જિનિયર આકાશ મળ્યા હતા ને પારેવીનાં સ્વદેશ પરત આવ્યા બાદ , તેમની દોસ્તી છેવટે અતૂટ પ્રેમમાં પરિણમી હતી . સામાજિક બંધનોથી લદાયેલાં આકાશ પાસે સમાજને આપવાનાં કોઈ જવાબ ન હતાં . અતીતનો વસવસો જ તેમનાં વર્તમાનનો ચિતાર હતો . બંનેને એક થવાનો કોઈ જ માર્ગ ન દેખાતા , તેમના સપનાને જીવવાં , મનને શાંત કરવાં આકાશે પોતાના અતીતનાો ત્યાગ કરીને હવે કાયમ માટે પારેવીની સાથે થવાનો નિશ્ચય કર્યો હતો . ગંગાકિનારે પારેવી , શબ્દોથી જડાયેલી , જકડાયેલી સ્વપ્નવત્ પથ્થરને અઢેલીને બેઠી હતી . એનાં મનમાં શબ્દો દોહરાઈ રહ્યાં હતા - “ આકાશ તને જોયે વર્ષ થઈ ગયું , તું ક્યારે આવીશ ? “ કાગળ પર ઘૂમી રહેલી પારેવીની કલમ કેનેડાથી ઈન્ડિયા સુધી રચાયેલાં એમનાં શબ્દસેતુને જાણે રામસેતુમાં પરિવર્તિત કરી રહી હતી !