'કશુંક' કશુંક છે.

  • 1.6k
  • 5
  • 362

એ કશુંક મારી પેન છે.. મારી ડાયરી છે… મારી વાર્તા છે… મારી લાગણી છે… મારી ભાવનાછે… મારી સંવેદના છે… મારી કવિતા છે… મારી ચોપડી છેહું ૬૦ વોલ્ટના બલ્બ નીચે બેઠો કશુંક લખવા પ્રેરાઉ છું. કોના વિશે હું શું લખીશ એ કશું મારામગજમાં નક્કીનથી. પરંતુ કશુંક લખવું છે એ નક્કી છે. પેન પણ સડસડાટ ઉપડે છે. નાનકડા ૮”X ૪”ની સાઈઝમાં પાતળા કાગળવાળા પેડ પર એ કશુંક લખવાની શરૂઆત થાય છે. પાનાં ઘણાં ઓછાં છે પણ આજે એટલા પૂરાં કરવાં છે. એમાં કશુંક લખવું છે. એ કશુંક શું હોઈ શકે તે વિચારું છું અને રોડ પરથી પસાર થતી ટ્રકનો અવાજ સંભળાય છે.