અતુલના સંસ્મરણો ભાગઃ ૧ - પ્રકરણ ૧

  • 3k
  • 1
  • 1k

પ્રકરણ ૧ મારી કર્મભૂમિ અતુલ. અતુલ મારી કર્મભૂમિ. ગ્રેજ્યુએટ થયા પછી પહેલી અને છેલ્લી એક જ નોકરી. એની યાદ હજુ સ્મૃતિપટ પરથી ભુંસાતી નથી. આજે પણ સ્મૃતિપટ પર તરોતાજા છે. એ કર્મભૂમિ જેણે મારું જીવન ઘડતર કર્યું તેને કેમ ભુલાય? તે મીઠાં મધુરાં સ્મરણો-અણમોલ મોતીડાં અહિં તહિં વીખરાએલાં પડ્યાં છે. આ અણમોલ મોતીને વીણી વીણીને એક સુત્ર માં પરોવી સુંદર માળા બનાવી આપને ચરણે ધરવાનો આ નમ્ર પ્રયાસ છે. સ્મૃતિદોષ લીધે કાળગણના સમય બધ્ધ નથી. પરમ કૃપાળુ પ્રભુએ સૃજેલાં સર્વ મનુષ્યો સરખા છે. નથી કોઈ ઉંચ કે નથી કોઈ નીચ, મનુષ્ય સર્વ સરખા છે. ઈશ્વરે મનુષ્ય તો