પ્રકૃતિ એક અમીર બાપ ની એક ની એક સુંદર છોકરી હતી. સ્વભાવે એ થોડી અભિમાની અને નખચડી હતી.એના પપ્પા એક મલ્ટીનેશનલ કંપની ના ભારત દેશ ના હેડ હતા.એટલે પોતાની સુંદરતા ની સાથે સાથે એને એના બાપ ના રૂપિયાનું પણ અભિમાન હતુ. એના પપ્પા વલ્લભભાઈ એ પોતાની આવડત થી પોતાના બોસ ને વિશ્વાસ માં લઈ ને બિઝનેસ માં અણધારી સફળતા અપાવી હતી એટલેજ એને કંપની તરફ થી દેશ ના હેડ બનાવી દેવામાં આવ્યા હતા. નેતાઓ સાથે ના સારા સંબંધો અને પોતાની આવડત થી એ દેશ ના એક નામી વ્યક્તિ તરીકે ની છાપ ઉભી કરી હતી. પ્રકૃતિ એના અભિમાન માં ઉછરી ને