સેકન્ડ ચોઇસ (પાર્ટ -6)

(44)
  • 3k
  • 5
  • 920

સેકન્ડ ચોઇસ (પ્રકરણ-6)મોબાઇલના પાવરફૂલ સ્પિકરમાંથી રિયાનનો ઘેરો અવાજ વધારે ઘુંટાયેલો સંભળાયો.'હું અત્યારે ઇન્ડિયામાં છું કાલે જ આવ્યો....ઇન ફેક્ટ ,રાજકોટમાં જ  છું.'પાયલને એક અજીબ શાંતિનો અહેસાસ થયો.'રોહિત,બોલ શું હતું ?' રિયાન પાસે આજ પણ સીધી બાત નો બકવાસ શૈલી બરકરાર હતી.' થેંક ગૉડ કે તું અહીંયા છો. હવે મારી વાત ફોનમાં કહું એનાં કરતા બેટર એ રહેશે કે તું મારા ઘરે આવી જા. અને જો અત્યારે આવી શકાય તો બૅસ્ટ.' રોહિત ઉત્તેજિત સ્વરે બોલી ગયો.'ઑકે ,  હાફ ઍન અવરમાં તારા ઘરે આવું છું.' પોતાની જીજ્ઞાસા કેમ છુપાવવી એ રિયાન પાસેથી શીખવા જેવું હતું.અને અડધાં કલાકમાં જ રિયાનની ગાડી રોહિતના ઘર પાસે હતી.