ચાલ આજે એવી દિવાળી પણ ઉજવીએ...

  • 2.5k
  • 701

તે દિવાળી ખરેખર કેવી હતી. યાદ છે બધાને.... સૌથી પહેલાં તો નવરાત્રી પતે એટલે ઘરની સફાઈ થતી, જે આજે પણ થાય છે. તે સમયે જૂની યાદો અને સંભારણા માળીયામાંથી મળી આવતા હતા અને આજે નકામી વસ્તુઓ મળે છે. લખોટીઓનો ડબ્બો કે છાપો અને ભમરડાની થેલી મળી જતી તો આખું બાળપણ આંખોમાં ઉપસી આવતું. હવે તો ટેડીબેર, સોફ્ટટોય્ઝ અને બીજી વસ્તુઓ માળીયા કે કબાટોમાંથી નીકળે છે જે મોટાભાગે ડોમેસ્ટિક હેલ્પર્સ અને નોકરોના સંતાનોને આપી દેવાય છે. મમ્મી ઘરમાં સાફસફાઈ કરતી, આપણે થોડીઘણી મદદ કરતા, નાસ્તા બનાવતી, મઠીયા તળાતા, ચોળાફળી અને ઘુઘરા બનતા. મગસ, મોહનથાળ અને મીઠાઈઓ બનતી. આજે મમ્મી-પપ્પા આલિશાન કાર લઈને નીકળે, એકાદી ફરસાણ કે સ્વીટમાર્ટની દુકાન પાસે કાર ઊભી રાખે.