ખમ્મા ગીર ને

(71)
  • 13k
  • 13
  • 2.8k

સોરઠ ની ધરતી વર્ષો થી જ જગ વિખ્યાત રહી ચૂકી છે. અહીની ધરતી ની તો શુ વાત કહેવી, અહી નો ખોરાક , અહીનું રહેઠાણ , અહીનો વેશ, અહીનો ભેશ, અહીનો માણસ, અને માંણસ ની ખુમારી, વીરતા અને શોર્યા જેવા શબ્દો થી અહીની ધરતી ને નવાજવામાં આવે છે, અને એમાં પણ વળી ગીર ને જોતાં તો એવું લાગે કે મેઘ ધનુષ ના બધા રંગો માથી લીલો રંગ અહી જ ઢોળાઈ ગયો હોય.અહીના વાતાવરણ ની અંદર પણ એક મધુરતાનો અહેસાસ થાય છે.કલરવ કરતાં પક્ષીઓ,નદી જરણા નો મધુર સ્વર ઠંડો ઠંડો વહેતો પવન દરેક માણસ ના મન ને એક આહલાદક શાંતિ નો અનુભવ કરાવે છે.