સૂનું માતૃત્વ

(29)
  • 2.9k
  • 6
  • 751

વહિદાનું મન તો જાણે કોઈ બીજે જ ઠેકાણે ઉડ્ડયન કરી રહ્યું હતું. ‘અમ્મી.....’ કહેતીક નાની રફિયા વહિદાને ગળે વળગી ગઈ.વહિદાએ રસોઈનો ચમચો બાજુ એ મૂકી, ‘મેરી પ્યારી બેટી’ કહી રફિયાને ગોદમાં બેસાડી, ચૂમીઓથી નવરાવી દીધી. છાંતી સરસા ચાંપીને વહિદા જાણે માતૃત્વની ઉંચાઈને-ગરવાઈને માપી રહી હતી.અને રફિયા માતૃવાત્સલ્યનું અમૃત પીતી તૃપ્તીથી આંખો બંધ કરી લેતી હતી.મા દીકરીના નિ આજથી છ એક મહિના પહેલાં તો વહિદા પોતાના પહેલા પતિ હામિદથી છૂટી થઈ હતી.ગરીબ ઘરની વહિદા રંગરૂપમાં કંઈ જાય એવી તો ન હતી.પરંતુ દરિદ્રતાની ઑથા હેઠળ રંગ રૂપને તો ગુંગળાવાની જ કિસ્મત મળી હોય છે ને! વહિદાના મુફલિસ અબ્બુએ બને તેમ જલદી નિકાહના હિસાબે વહિદાના ચટ મંગની પટ બ્યાહ ની જેમ હામિદ જેવા સાયકલ રિપેરીંગ કરતા મામૂલી માણસ સાથે નિકાહ પઢાવી દીધા હતા.બે ચાર વરસ તો લગ્ન જીવન બધુ બરાબર ચાલ્યું. .