કેદી નં ૪૨૦ - 19

(30)
  • 3k
  • 3
  • 641

બીજા દિવસે કલ્પના સ્વયમ ને રિસિવ કરવા એરપોર્ટ જાય છે.એ માટે આદિત્ય ને અને અજયસરને ફોન કરીને કહે છે કે એને ઓફિસ માં આવવામાં મોડુ થશે.સવારના અગિયાર વાગે સ્વયમ ની ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થવાની હોય છે.કલ્પના સ્વયમ ને મળવા માટે આતુર છે.કેમ કે કેટલાય મહિના ઓ થી સ્વયમે એનો કોઇ કોન્ટેક્ટ કર્યો નહતો.અને રુબરુમાં તો બાળપણ માં જ જોયો હતો.એટલે એને જોવા ની તાલાવેલી હતી.અગિયાર વાગ્યા એટલે ફ્લાઇટ નું અનાઉન્સમેન્ટ થયુ.અને વીસ મિનિટ પછી બધા યાત્રી ઓ એક પછી એક આવવા લાગ્યા. થોડી વારમાં યાત્રી ઓમાં વ્હાઈટ શર્ટ પર બ્લુ કલર નું બ્લેઝર પહેરેલ ,આંખો પર ગોગલ્સ ચડાવેલ સોહામણો યુવક આવતો નજરે પડ્યો.એને જોતાજ કલ્પના ના ફેસ પર એક શરારતી સ્માઇલ આવી .