ચલો અમેરિકા- વિના વિઝા

(20)
  • 2.7k
  • 4
  • 576

ચલો અમેરિકા -વિના વિઝાપ્રકરણ ૧અમેરિકાથી ગટુ આવ્યો અને સાથે વાત એવી લાવ્યો કે ચલો અમેરિકા વીઝા વિના ત્યારે ભક્તા. પટેલ અનેં માછીમારોની કોમમાં ચહલ પહલ મચી ગઈ.ગટુનો સંદેશો ભલ ભલાને ગલગલીયો કરાવે તેવો હતો. પાસપોર્ટ કઢાવવાનો નથીપહેલો તે વહેલોનાં ધોરણે મર્યાદીત જૉડાઓને અને તેમના સંતાનો ને લઈ જવાના છે. પ્રવાસ દરમ્યાન ખાધા ખોરાકી અપાશે.અમેરિકામાં નોકરી અપાશેઅમેરિકા પહોંચ્યા પછી છ મહીને ડોલર માં કમાઈને પૈસા આપવાના છે. ગટુ એ આ સંદેશો થોડા મિત્રોમાં રમતો કર્યો હતો. અને આશા હતી કે તમાશાને તેડું ના હોય તેમ લોકો તમાશો જોવા તો જરૂર આવશે. વાત સમજશે અને જરુરિયાત મંદ લોકો જરૂર આવશે.જગ્યા હતી તેની