પાંચ કોયડા - 9

(37)
  • 5.7k
  • 7
  • 2.2k

ભાગ 9 – બીજો કોયડો કેસેટ પુરી થઇ.સાંભળીને અમે બંને ખુબ રાજી થયા.અમને લાગ્યુ કે આ તો બહુ સહેલુ કામ છે.અમદાવાદની કોઇ પોળમાં રહેતા માણસનો પ્રિય પ્રસંગ શુ છે તે જ જાણવાનુ !સીધા તે ડાહ્યાભાઇ ને મળીશુ અને પુછી લઇશુ ! રઘલો તો એટલો ઉત્સાહમાં હતો કે બોલવા લાગ્યો-‘ આ ડાહ્યાભાઇ પ્રજાપતી નો આખો બાયોડેટા કાઢી નાખીશુ,ગજા ! પોળમાં આપણા ઘણા મિત્રો રહે છે.’ પણ એ ઉત્સાહ ઝાઝો ટકયો નહી. મોટી હવેલી ની પોળમાં રહેતા ડાહ્યાભાઇ પ્રજાપતી નુ ઘર તો શોધી કાઢયુ,પણ આજુબાજુ ના રહેવાસીઓ પાસેથી જાણ થઇ કે ડોસો મગજનો એકદમ છટકેલ છે.તેના પુત્રો તેનાથી અલગ રહે