બર્ન્સ વોર્ડ

(76)
  • 2.3k
  • 11
  • 945

ત્યારબાદ રોશનીબેન ઓવર આપી જતા રહ્યાં અને વૈશાલી વોર્ડના રૂટિંગ કામમાં વ્યસ્ત થઈ ગઈ અને ક્યાં અગિયાર વાગી ગયા એ ખબર જ ન પડી, વૈશાલી એ ઘડિયાળ માં જોયું તો અગિયાર વાગી ચુક્યા હતાં, આથી તેણે હાથ ધોય અને પોતાનું ટિફિન ખોલ્યું અને જમવા લાગ્યા, આજે થોડું ટ્રાવેલીગ હોવાથી વૈશાલી પાસે ઘરે જમવાનો પણ સમય ન હતો આથી તેને આવવામાં પણ થોડું મોડું થઇ ગયું હતું. વૈશાલીએ જમ્યા બાદ ફરીથી વોર્ડના વિવિધ પ્રકારનાં રિપોર્ટ લખવામાં વ્યસ્ત થઈ ગઈ, 12 વાગતાની સાથે જ વોર્ડમાં એકદમ સન્નાટો છવાય ગયો દર્દી ઓ અને તેના સગા બધાજ લગભગ સુઈ ગયા હતાં અને બર્ન્સવોર્ડ ના કેબિન માંથી આવતો દર્દી અને તેના સગાઓનો અવાજ પણ આવતો બંધ થઇ ગયો હતો