સાહસિકો ઝંખતા ખોવાયેલા સાચુકલા ખજાના : ભાગ ૧

(37)
  • 5.7k
  • 4
  • 2k

બાળપણથી જ આપણને ખજાનો શબ્દનું ઘેલું લાગ્યું હોય છે. ચાર-પાંચ મિત્રોની ટોળકી હોય, એકાદ નક્શો હોય, મસમોટું વહાણ હોય ને એક ભેદી ટાપુ હોય. અને એ ટાપુ પર દાટેલો હોય એક ખજાનો જે હીરા-મોતીથી અને બીજા અન્ય કિંમતી ઝવેરાતોથી ખદબદતો હોય. નાયક અને એના સાથીઓ ભારે હાડમારીઓ વેઠીને ટાપુ પર પહોંચે, દુશ્મનો સાથે લડીને વિજયી બને, ચાંચિયાઓ Pirates નો સામનો કરવાનો હોય ને ખજાનો ‘ઘર ભેગો’ કરે ને પછી ખાધું, પીધું ને રાજ કર્યું. ખરું ને ? ઉપરનું વર્ણન વાંચીને વાચકો કિશોરોના લાડલા જૂલે વર્નને અને એવા બે-ચાર લેખકોને યાદ કરે તો નવાઈ નહીં. ટ્રેઝર હન્ટિંગ Treasure Hunting