પુરક - એક અનુભવ - 3

(22)
  • 2.7k
  • 4
  • 1k

પણ ખબર નહિ કેમ જ્યારે પણ એલ્વિના પોતાનું મન દિશાંશ માંથી હટાવી કામમાં લગાવતી ત્યારે ત્યારે દિશાંશ કંઇક એવી હરકત કરી દેતો કે એલ્વિના દુઃખી થઈ જતી, બધી વાતો તાજી થઈ જતી. એક વખત તો એલ્વિનાએ દ્રઢ સંકલ્પ કર્યો કે હવે દિશાંશની કોઇ વાતનો અસર પોતાની પર થવા નહિ દે. પણ બધી વારની જેમ આ વખતે પણ દિશાંશની હરકત બદલાય નહિ. એલ્વિનાનો જન્મદિવસ આવ્યો. હોસ્ટેલની બધી છોકરીઓ મળીને ખુબ ધામધૂમથી ઉજવણી કરી. રાતના 12 વાગ્યે કેક કાપવાનો રીવાજ બનવા લાગ્યો છે આજના સમયમાં એટલે એલ્વિનાને પણ આ અવસર મળ્યો. આખી રાત બહુ મજા કરી. સવારે કૉલેજ કરી અને આખો દિવસ પસાર થયો એલ્વિના ખુશ હતી. દિશાંશ માંથી તેનુ ધ્યાન હટી ગયુ હતુ પણ ત્યાં જ તો...