મારી જિયા

(50)
  • 3.1k
  • 13
  • 1.1k

હજુ તો 9:30 થયા છે અને મે મહિનાની આ કાળઝાળ ગરમીતૌબા અસહ્ય છે.પ્રસ્વેદ લૂછતા લૂછતા જ મારો હાથ રૂમાલ ભીંજાય ગયો.સાંજે વરસાવેલા ક્રોધના પ્રકોપને તાજો કરી જતો હતો આ તાપ..એના કારણે જ તો પ્રકૃતિના આ તાપને વેઠવાનો વારો આવ્યો.નહીં તો સવારે વહેલાં જ એના હાથ નો તાજો નાસ્તો.. મધુર ચુમ્બન અને સ્નેહ ભર્યું વળામણુ પામી વહેલો ઓફિસમાં પહોંચી ગયલો હોત.વાંક મારો જરાય નહોતો.વાત એમને હતી.સાંજે ઓફિસેથી જેવો ઘરે આવ્યો બારણામાં એક સિગારેટનું ઠૂંઠું પડેલું જોયું."હવે મારાથી એટલું પણ ના પૂછાય કે ઘરે કોણ આવ્યું હતું..?"તમે જાણતા હશો કે હું શંકાશીલ હોઈશ.તો તમારી માન્યતા તદ્દન ખોટી છે.આ પહેલા મેં એને ક્યારેય