સેકન્ડ ચોઇસ (પાર્ટ-7)

(35)
  • 2k
  • 2
  • 734

પાયલે જોરથી એક ચીસ પાડી તેણે આંખો બંધ કરી નાખી અને કાનમાં તીણી સાયરન વાગતી હોય એવું લાગતાં  પોતાનાં બન્ને હાથને કાન પર મુકી દીધાં.'શું આ તમારો કોઈ ખાનદાની રોગ છે ?' સામે ઉભેલો રિયાન હસીને રમતિયાળ અંદાજમાં પુછી રહ્યોં હતો.પાયલના ગળામાંથી કાંઈ અવાજ ના નીકળ્યો તેનું ગળું સૂકાઈ ગયું હતું. પાયલને કાંઈ સમજાયું નહી કે રિયાન શું કહેવા માંગે છે ! પાયલના ચકળવકળ થતાં મોટા ડોળા પરથી રિયાનને ખયાલ આવ્યો કે હજું પાયલ સમજી નથી. એટલે ચોખવટ કરી.'એમ્બ્યુલન્સની તીણી સાયરન અંકલથી પણ સહન નથી થતી અને તમારાંથી પણ નથી થતી .જુઓને અંકલ પણ તમારી જેમ જ કાન પર હાથ રાખી