પેલા પેલા જુગમાં

  • 5.6k
  • 2
  • 1.3k

પેલા પેલા જુગ માં અખાતી દેશનાં ક્લિનિકમાં આજે ભીડ હતી. થોડાં મોટાં નવજાત શિશુઓ તેમની માતાઓ કે પિતાઓ કે બન્ને સાથે લાઈનમાં હતાં. મોટાં જીવતાં ઢીંગલાં જેવાં લાગતાં બાળકો, કોઈ મોમાં ટિથર લઇ તો કોઈ રમકડું મચડતું,કોઈ ટગરટગર આમતેમ જોતું બેઠું હતું. સંતાનપ્રાપ્તિના ગર્વથી છલકતી માતાઓનાં મુખોની સુરખી કૈંક અલગ જ હતી. આજે રસી પીવરાવવાનો દિવસ હતો. આ દેશમાં રસી સરકારી દવાખાનામાં જ પાઇ શકાય અને એનું કાર્ડ રાખવું પડે. “હબીબ નં.42..ગણૅશન નં.43..સાયરા નં.44..” નર્સ બોલ્યે જતી હતી. કેટલીક માતાઓ લાડમાં શિશુઓને હાથમાં ઝુલાવતી હતી. એક દેખાવડી કહી શકાય તેવી સલવાર કમીજ વાળી માતાએ કહ્યું “ગેસુ, જો આ શું છે?”