મુવી રિવ્યુ – ઝીરો

(45)
  • 5.9k
  • 2
  • 2.3k

શાહરૂખ ખાને કર્યું શૂન્યનું વિસર્જન શાહરૂખ ખાનની ફિલ્મ આવવાની હોય ત્યારે તેના વિષે અપેક્ષાઓ વધી જાય જેમ પહેલાના જમાનામાં રાજેશ ખન્ના કે પછી અમિતાભ બચ્ચનની ફિલ્મોની રિલીઝ અગાઉ થતું હતું. એમાંય જો શાહરૂખ ખાન જો એક નવા સ્વરૂપે આવવાનો હોય તો તો ફિલ્મ વિષેની આપણી અપેક્ષાઓ ઘણી ઉંચી થઇ જાય. પરંતુ, છેલ્લા ઘણા સમયથી શાહરૂખ ખાનની ફિલ્મો ધંધો તો સારો કરી જાય છે પરંતુ દર્શકોની અપેક્ષા પર પાર પડતી નથી, પછી તે દિલવાલે હોય, વ્હેન હેરી મેટ સેજલ હોય કે પછી ફેન હોય. તો શું ઝીરો જેમાં શાહરૂખ ઠીંગણો બન્યો છે એ આગળની તેની ફિલ્મોથી અલગ છે ખરી? આવો જાણીએ.