અતુલના સંસ્મરણૉ ભાગ ૧ - પ્રકરણ ૭ - ૮

  • 2.2k
  • 2
  • 940

પ્રકરણ ૭ - ૮ મારા રૂમ પાર્ટનરો એમ. સેબાસ્ટિયન, ચંપક ચોક્સી પ્રકરણ ૭ એમ. સેબાસ્ટિયન. મારા રૂમ પાર્ટનર, શ્રી એમ. સેબાસ્ટિયન. એનામલાઈ યુનિવર્સિટી કેરાલાથી લેક્ચરરશીપ છોડી ગુજરાત ૧૯૫૬માં આવ્યા. કોઈ પણ જાતના ડોળ કે આડંબર વગરના તદ્દન સીધા અને સાદા.સ્વભાવમાં બધાની સાથે હળીમળીને વાત કરે અને બધાની સાથે મિક્સ્ડ થઈ જાય. સિધ્ધાંત પ્રિય અને કઈંક અંશે જક્કી કઈ શકાય. તેમની મલયાલમ ભાષા આપ્ણી ગુજરાતી જેવી મૃદુ નહિ પણ આપણને સાધારણ તોછડી લાગે. દલીલ બાજીમાં તેમને પહોંચી વળાય નહિં. લિધી વાત હાથમાંથી છોડે નહિ. સામાનમાં ફક્ત એક શેતરંજી એક નાનું સરખુ ઓશીકું. પોર્ટફોલીઓ જેવા ચામડાના પાકીટમાં ફક્ત બે પેન્ટ, શર્ટ અને લુંગી. આપણા ગુજ્જુભાઈ જેવા બેગ બિસ્તરા નહિ.