આજની ભંભોટિયાવાળી ડોશી

(23)
  • 5.4k
  • 1.5k

ડોશી પહેલાં તો ડરી ગઈ. પણ હતી જમાનાની ખાધેલી. ડોશી સિંહને કહે, મને જવાદે મારા વીર! મારા શરીરમાંથી તને એક પાઉચ પાણી જેટલું લોહી અને એકાદ બિસ્કિટ જેટલું, મોંમાં સ્વાદ આવે એટલું મંચિંગ મળશે।? સિંહ કહે હું તારો વીર નથી, , તારો કાળ છું. આ બળબળતા તાપમાં તારું ઠંડુ લોહી એક નારિયેળ પાણી કે ફ્રુટીના પેકેટ જેટલું તો થઇ જ રહેશે। બાકી તારા સૂકા માંસનો જે પાણીઆધાર થયો એ. ડોશીએ તો ગાયું થોડા સા.. ઠહરો.. કરતી હું તુમસે વાદા, પુરા હોગા તુમ્હારા ઈરાદા, મેં હું સારી કી સારી તુમ્હારી ફિર કાહેકો જલ્દી કરો.. સિંહ તો કહે એય ડોસલી! એ નાચગાનથી રીઝવવાના જમાના તો શોલે ફિલ્મ સાથે પુરા થયા. ચાલ. થઇ જા તૈયાર।