એકસોરસીઝમ

(58)
  • 2.5k
  • 6
  • 779

Exsorcism…..(વાત માનવ શરીર પર આત્માનાં વર્ચસવની…) મારુતિ અલ્ટો 800 એક ઘટાદાર વૃક્ષ સાથે અથડાયેલ હાલમાં હતી, વૃક્ષ સાથે એકાએક ધડાકા સાથે અથડાવાથી આગળનો કાચ સંપૂર્ણપણે તૂટી ગયો હતો, ગાડીમાં બઠેલાં બધાજ યુવકો એકદમ બેભાન હાલતમાં હતા, ગાડીમાંથી સિગારેટ અને મદિરાની વાસ આવી રહી હતી, એક યુવકના હાથમાં રોયલ સ્ટેગની બોટલ હતી, અને પ્લાસ્ટિકનાં ડિસપોઝેબલ ગ્લાસ અસ્તવ્યસ્ત રીતે પડેલા હતાં. ગાડીમાં હની સિંગનું રેપ સોંગ…… .ચાર બોટલ વોડકા...કામ મેરા રોજ કા…………વાગી રહ્યું હતું. અચાનક ગૌરાંગ ધીમે - ધીમે પોતાની આંખો ખોલી, આંખો ખોલતાની સાથે જ ગૌરાંગ આશ્ચર્યમાં પડી ગયો,એવામાં પોતાને વધુ પડતા પ્રમાણમાં આલ્કોહોલ લેવાથી, હાલ તે હેંગઓવરથી પીડાય રહ્યો હતો,