કુરબાની

(19)
  • 1.9k
  • 1
  • 753

:- કુરબાની :- તમે મારું નહીં સાંભળશો.તમે પોતે દુ:ખી થાવ છો અને મને દુ:ખી કરો છો.કંઈ કશું કહું તો મારી સામે ધૂરક્યા કરો છો.જે ગયો તે ગયો ,થોડો પાછો આવવાનો? ખરેખર લોકો સાચું કહે છે કે તમે જિદ્દી છો. બસ તમારું ધાર્યું તમે કરવાનાં. સવાર પડે એટલે બંધ બારી બારણાં ખોલી નાખો.એકીટશે જોયા કરો એ આશાએ કે હમણાં આવશે.આ આશા તરતી રહે છે કારણ તેને જતાં જતાં કહ્યું હતું કે તે જરૂર આવશે.વરસ નહીં વરસો વીત્યાં પણ ન કાગળપત્ર કે સંદેશો. ક્યાં છે, શું કરે છે.રાત પડે , કમને બારીઓ બંધ કરો. દરવાજો ખૂલ્લો રાખો કારણ આશા જીવંત છે.કદાચ