24th June.....?

(23.2k)
  • 3.8k
  • 4
  • 1.6k

હૃદયને આજે ઉતાવળ હતી અને જ્યારે તમને ઉતાવળ હોય ત્યારે ખાસ તમને મોડું થાય. હૃદય પોતાની આદત મુજબ નવ માળ ઉતરીને પોતાના બાઇક પાસે પહોંચ્યો ત્યારે એને ખબર પડી કે રોજ પોતાની આદત મુજબ રૂમાલ, ચાવી, હેલ્મેટ, ચશ્મા આ બધું લેનાર આજે બાઈકની ચાવી ભૂલી ગયો છે. ઉતાવળ હતી ને મોડું થઈ રહ્યુ હતુ. એને ઉતાવળ એટલે હતી કારણ કે આજે હ્ર્દયને ભાવના મળવાની હતી. બે વર્ષના લાંબા ગાળા પછી આજે એમની પંચેન્દ્રિયમાંથી એક ઈન્દ્રિય એટલે કે સ્પર્શેન્દ્રિય સંતોષાવાની હતી. બંન્ને જ્યારથી એકબીજાને ઓળખતા થયાં ત્યારથી વોટ્સએપ અને ફેસબુક ઉપર વિડીયો કોલ અને ચેટથી બન્ને ઘણી વાતો કરતાં. સારું છે