“સ્પંદન.”

(28)
  • 1.9k
  • 2
  • 487

“સ્પંદન.” (શબ્દ સંખ્યા:- ૧૬૭૭) “અરે! કશો વાંધો નહી. હું બસ-સ્ટૉપ પર બેસી રહીશ. મોબાઈલ છે ને, ટાઈમ નીકળી જશે.” આટલું કહી હું હેડફોન કાનમાં ભરાવી ચાલતો થયો. નીરજને જ બહાર જવું છે તો હું બે ચાર કલાક એના ઘરે રોકાઈને એનો પ્રોગ્રામ કેમ બગાડું? એમ વિચારી હું મારી બેગ ઉઠાવી ચાલતો થયો. બસ-સ્ટૉપ ગામથી ત્રણ કિલોમીટર દૂર હતું. ગીતો સાંભળતા સાંભળતા અડધી કલાકે હું બસ-સ્ટૉપ પર પહોંચ્યો.સાંજના સાત વાગ્યાનો સમય હતો. ઘટાદાર વૃક્ષોએ એ સિંગલપટ્ટી રોડને ઘેરી રાખ્યો હતો.આજુબાજુ ઘેરું જંગલ હતું.દૂરથી આવતા હોઈએ તો બસ-સ્ટૉપ તો દેખાય જ નહી.આ બધું જોઇને જ મને ડર લાગવા માંડ્યો. જોકે