મનસ્વી - ૧૧

(78)
  • 3.7k
  • 2
  • 1.8k

આજે મનસ્વીના મનમાં વિચારોનું તુમૂલયુદ્ધ ચાલી રહ્યું હતું. સ્તુતિને જમાડી સુવાડી દીધી હતી. કેટકેટલા વિચારોની અવરજવર થઇ રહી! ગુસ્સો, આશ્ચર્ય કે આઘાત? ‘આ મારી સાથે શું થઇ રહ્યું છે! પહેલાં અંકુશ અને હવે સાગર! સાગર પાસેથી મેં આવી અપેક્ષા નહોતી રાખી. મને તો એમ લાગ્યું હતું કે તે પિતા બનવાને સક્ષમ નથી એટલે મારી દીકરીને ભરપૂર પ્રેમ આપી શકશે. એ જ તો સૌથી મોટું કારણ હતું સાગરની વાત માની લેવાનું!’ આજે તે ખૂબ દ્વિધામાં હતી. વિચારોમાં ને વિચારોમાં કોફી ક્યાં પીવાઈ ગઈ ખબર જ ન પડી.