નિસ્વાર્થ પ્રેમ( પ્રેમ એટલે પામવું નહી તે સમજાવતી એક વાત) શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ, ગામડા તથા શહેરોના નાના તેમજ મોટા બધા જ શિવાલયો - “ હર હર મહાદેવ”નાં નાદથી ગુંજી ઊઠ્યાં, આખા વર્ષ દરમિયાન કરેલા પાપોને ધોવાનો કે પ્રાયશ્ચિત કરવાનો મહિનો એટલે શ્રાવણ મહીનો. હિંદુ ધર્મમાં કહેવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનામાં કમાયેલું પૂણ્ય આખી જિંદગી કામમાં આવે છે. હરકોઈ પોતાની યથાશક્તિ પ્રમાણે ભગવાન શિવની પૂજામાં લિન થઈ જાય છે. આ મહિનામાં બ્રાહ્મણોને દાન, પશુઓને નિણ ખવડાવવાનું અને ભિખારીને દાન આપવાનું ખૂબ જ મહત્વ રહેલું છે.સ્થળ - ગામની બહાર આવેલ શિવાલય.સમય - સવારનાં 10 કલાક. ગામનાં મોટાભાગનાં લોકો