પતરાંનો ડબ્બો

(8.7k)
  • 4.1k
  • 2
  • 959

પતરાનો ડબ્બોવૈશાખ મહિનાનો ધોમ ધખતો તડકો પોતાની ચરમ સીમા પર હતો . જડ ચેતન બધું જાણે તાપમાં શેકવા મૂકી ઈશ્વર ક્યાંક ઝાડની છાયામાં સુવા જતા રહ્યા હોય તેમ આખી ધરા તાપમાં તપતી હતી . શહેરના બધા રસ્તા સુમસામ બની મૃત:પ્રાહ અવસ્થામાં સુઈ ગયા હતા. સૌ પોતપોતાના ઘરમાં પંખા નીચે તો કઈ એસી શરૂ કરી બારણાં બંધ કરી જાણે આખું શહેર ધોળા દિવસે સુઈ ગયુ હોય તેમ નીરવ શાંતિ તડકાંની ઓથમાં ફરી રહી છે . રસ્તા એટલા ગરમ થઇ ગ્યાતા કે મગ ચોખા પાણી ભરી તપેલી મુકો તો પાંચ મિનિટમાં ખીચડી તૈયાર થઈ જાય .આવા બળબળતા બપોરે ….” એ