કોણે લખી રામાયણ ?

(15)
  • 4.7k
  • 2
  • 1.2k

આભાર: કથાબીજ જયેશભાઇ તાયડે સાથે ની વાતમાથી મળ્યું માટે તેમનો ખૂબ ખૂબ આભાર..... આરતી પૂરી થયા પછી મંદિરની બહાર જયલાની ચાની કીટલી પર ઓટલા પરિષદ ભરાઈ હતી. કાંતાબેન,શાંતાબેન, મંગુડોશી શાંતિભાઈ,કાંતિભાઈ, કચરાકાકા અને ડાહ્યાલાલ બેસીને ગપ્પા મારતા હતા અને દિવાળી પર જાત્રાએ ક્યાં જવું એની ચર્ચા કરતા હતા, એટલામાં કાંતિભાઈ બોલ્યા આ રમણીક કેમ આજે દેખાયો નહી? ત્યાં ડાહ્યાલાલ બોલ્યા થિંક ઑફ ધ ડેવિલ એન્ડ ડેવિલ ઇઝ હિયર આ આવ્યો. રમણીકલાલ નો મુડ કંઇ સારો હોય એમ લાગતું ન હતું. કચરા કાકાએ કહ્યું શું થયું રમણીક તારો મૂડ કેમ ઑફ છે? જાણે બૈરા સાથે ઝઘડીને આવ્યો હોય એવું લાગે છે.ડાહ્યાલાલે