આંબલીનું ભૂત

(73)
  • 5.5k
  • 1
  • 1.4k

ભોપા ને તાવ મગજમાં ચડી ગયો હતો. ડૉક્ટર સાહેબે તેને તપાસ્યો, આંખો જોઈ, નખ તપાસ્યા, કાંડું ઝાલ્યું, સ્ટેથોસ્કોપ થી ધબકારા તપાસ્યા. સાહેબ પણ વિચારમાં પડી ગયા, આમ તો બધું નોર્મલ લાગે છે, તો આટલું બધું ટેમ્પરેચર કેમ છે? બે ત્રણ જાતના રિપોર્ટ કરાવ્યા. પણ રિપોર્ટ પણ નોર્મલ. ડોક્ટર અનુભવી હતા. તેણે ભોપાની સાથે આવેલા તેના કાકાને કહ્યું, પેશન્ટને કોઇ ઇન્ફેક્શન નો તાવ નથી, પરંતુ તેને કંઈક ભેરાટ (ડર) લાગી ગયો છે, એનો આ તાવ છે. ડર દૂર થશે એટલે તાવ ઊતરી જશે.