સૂક્ષ્મદ્રષ્ટા ૨

(2.4k)
  • 3k
  • 1.1k

ઘણા દિવસોથી ‘સૂક્ષ્મદ્રષ્ટા’ શ્રેણી ની આગળની વાર્તા લખવા માટે યોગ્ય દ્રષ્ટાંત શોધતો હતો. હું ખરેખર જે વ્યક્તિ વિશે માહિતી એકઠી કરી રહ્યો હતો તે વ્યક્તિ નો વીડિયો મને મોકલતા મારું હૃદય પ્રફુલ્લિત થઈ ગયું.સૂક્ષ્મદ્રષ્ટા વાર્તા શ્રેણી એ માત્ર વાર્તા નથી. માણસો ને માણસાઈ શીખવનારા સેવાવીર અને સામાજિક આદર્શ વ્યક્તિત્વ ની ઓળખ કરાવવાનું એક માધ્યમ પણ છે. આપણી આસપાસ ઘણા લોકો આ પ્રકારના સેવા કાર્ય કરતાં હોય છે પરંતુ તેની પાછળ તેઓ નો હેતુ માત્ર સેવા જ હોય છે. આજની વાત એવા જ એક વ્યક્તિ પર આધારિત છે.આશરે પાંચ-છ વર્ષો પહેલા અમદાવાદ રેલવે સ્ટેશને શિયાળાની કડકડતી ઠંડીમાં કાલુપુર રેલવે સ્ટેશને ઉતર્યા