ભવ્ય વિદાય

  • 1.4k
  • 3
  • 560

” નદી નાળા છલકાઈ ગયા . ધરતી પર ઈશ્વરની મહેર થઇ . હા આજે બે વરહ પછી આવો મેઘો આયો . બે વરહમાં તો ગાંગરી ગયા માણહ હંધા . કે દું નાં લઇ હાલ્યા’તા આમ કરવું સે ને તેમ કરવું સે . લો લઇ લો મારા બાપ . બે વરહમાં તો પાણી મપાય ગ્યા હંધાનાં . ” આંખો પર હાથનો ટેકો દઇ એ આધેડ ગામને ઝાંપે બેઠો બેઠો એ ટોળે વળેલા ગઢિયાઓ ને કહેતો હતો . ખોબા જેવડા એ ગોકળગામમાં આમેય ચોમાસામાં વરસતાં વરસાદમાં બીજુ તૌ કામ પણ શું હોય ? બે વરસ પછી આવેલાં મેઘાથી આખા ગામમાં હેતની હેલી