મુકામ પોસ્ટ ઝાકળ

(27)
  • 2.7k
  • 2
  • 859

સ્ટાફ કવાર્ટર્સ માંનો એક રૂમ. તાળું લાગેલાં રૂમ ની સામે ઉભેલી છોકરી એ હમણાં જ ફોન કટ કર્યો અને પોતાની હંમેશ ની આદત મુજબ નંબર લોકવાળું તાળું ખોલી દરવાજાને હડસેલો માર્યો, અને રૂમમાં અંદર દાખલ થઇ. આહા.......... !!! પોતાના મનપસંદ શ્વાસ લેવા જાણે એણે બે -ત્રણ ઊંડા શ્વાસ લીધા. આ જ તો એના શ્વાસો નો ભાર ઉતારવાનું કાયમી સરનામું બની ગયું હતું... !છોકરી એ પોતાનું પર્સ બાજુમાં મૂકી, મોજડી ઉતારી સીધી અંદર રસોડામાં ગઈ. છેલ્લે ફોનમાં જે પ્રમાણે વાત થઇ હતી, બિલકુલ એ જ મુજબ ફ્રિજ માં ચ્હા બનાવવા માટે જરૂરી સમાન હતો જ. એ ફટાફટ ચ્હા બનાવવા માંડી. એ