વિષાદ યોગ- પ્રકરણ-8

(210)
  • 11.1k
  • 11
  • 5.4k

જેમ જેમ રાત થતી ગઇ તેમ તેમ “પેરેડાઇઝ વૃદ્ધાશ્રમ અને બાલાશ્રમ”માં એક પછી એક ગાડીઓ આવવા લાગી. કોલેજના યુવાનોની સાથે સાથે નિશીથ, સમીર, પ્રશાંત, નૈના અને કશિશ એ બધાના મિત્રો અને મમ્મી પપ્પા પણ આવી ગયાં. કશિશની દીદી દિશા આજે નીકળી જવાની હતી પણ કશિશે તેને ફોન કરી એક દિવસ રોકી દીધી હતી. તે પણ અત્યારે તેના પતિ સાથે આવી હતી. ધીમે ધીમે આખું ગ્રાઉન્ડ રોશનીથી ઝળહળી ઉઠ્યું અને મેદાનમાં ચહલ પહલ વધી ગઇ. બધા ટ્રષ્ટી પણ પોતાના ફેમીલી સાથે આવી ગયાં હતાં. આજે બપોરે જ્યારે નિશીથ અને તેના મિત્રો જમતા હતા ત્યારે કશિશે બધાને કહ્યું “ આપણે એક કામ