એક સ્ત્રી...

(50)
  • 3.8k
  • 5
  • 870

બહાર હજી અંધારું હતું .આજકાલ ઠંડીનું જોર પણ વધ્યું હતું .ફાટેલી જીર્ણશીર્ણ અને થીંગડાવાળી ગોદડી માંથી બહાર આવતા જ જીવી કાપી ઉઠી .બહાર ના અવાજોથી અનુમાન કર્યું કે કદાચ છ વાગી ગયા હશે,ધીમેથી ઉઠીને બાજુમાં નજર કરી, ચાર વર્ષનો રઘુ અને મોટી દસ વર્ષની આશા બંનેની ઓઢેલી ગોદડી વ્યવસ્થિત કરીને ઉભી થઇ. આજે તેને ખૂબ વહેલું કામ પર જવાનું હતું, રમા શેઠાણીએ તેને વહેલી સવારથી જ બોલાવી દીધી હતી ..બાબાસાહેબ ની વરસગાંઠ હતી અને ખૂબ બધા મહેમાનો પણ હતા. જીવી ઉઠીને વાસણ અને ડોલ લઈને બહાર આવી. પાણી આવે તે પહેલાં જ મ્યુનિસિપાલટી ના નળ ઉપર વાસણોની કતાર