વિષાદ યોગ- પ્રકરણ-9

(212)
  • 7k
  • 5
  • 4.5k

“મને લાગે છે કે હવે આપણે નિશીથને સાચી વાત જણાવી દેવી જોઇએ?” સુમિતભાઇએ કહ્યું “હા, મને પણ એવુજ લાગે છે. આમ પણ હવે આ વાત તેનાથી વધુ સમય છુપાવી શકાય તેમ નથી. પણ મને ડર લાગે છે કે તે આ સત્ય જીરવી શકશે કે નહી?” સુનંદાબેન મનમાં રમતી વાત કરી દીધી. “આમ પણ તેણે ક્યારેક તો આ સાચી હકીકતનો સામનો કરવોજ પડશે ને? જેટલી વહેલી વાત કરશું તેટલી તેને સહેવી સહેલી બનશે? અને ક્યાંક કોઇ બીજી જગ્યાએથી તેને ખબર પડશે તો તે આપણા માટે ગેરસમજ કરશે. આપણી સામે હશે તો, તેને સંભાળવો પણ સહેલો થશે.” સુમિતભાઇએ પરિસ્થિતિને સમજાવતાં કહ્યું. “