તાપણું

(30)
  • 7.4k
  • 2
  • 1.4k

              ત્રણેય દાદાની ઊંઘ તો વહેલી ઉડી જાય. પરંતુ પાંચ વાગ્યે જાગે ને સવાર નો નિત્યક્રમ પતાવી છ વાગે એટલે ત્રણેય ગામના પાદરે આવેલ વાડાના ખૂણે ભેગા થાય. ત્રણેય ભાભલા જુના ભાઈબંધ. ત્રણેય એ ધાબળા ઓઢેલા હોય. તાપણા માટેના બળતણની વ્યવસ્થા રોજ સાંજે કરી નાખે. થોડા ટી ટિયા હોય, એકાદુ ઝાડુ લાકડું હોય, ને એક બે છાણા હોય. તાપણું પ્રગટાવવામાં પશાભાભા હોશિયાર. આમેય તેણે જુવાનીમાં કેટલાયના ઘરે ભડકા કરેલા.                                   તાપણું બરાબર તા' પકડે એટલે ત્રણેય ફરતા ફરતા ઈંટ