આસમાની સાડી

(38)
  • 3.9k
  • 2
  • 993

એના ખોળામાં ભરાઇને તેણે માની હૂંફ અને સ્પશૅ પામવાનો પ્રયત્ન કર્યો, એ પણ ખૂબ પ્રેમ થી એના વાળમાં હાથ ફેરવવા લાગી પણ કેમ એને કંઇક ખૂટતું હોય એમ લાગતું હતું. ફોઇએ તો કહ્યું કે આ તેની નવી મા છે તો તેને કેમ તેનામા પોતાની મા સાથે જે એહસાસ થતો હતો તેવો એહસાસ નહતો થતો. આમ પણ તે દેખાવે મા કરતા ખૂબ અલગ હતી, આ નવી મા એ તો ડ્રેસ પહેર્યો છે જ્યારે મા તો સરસ મજાની સાડી પહેરતી પોતે નાનો ત્યારે એ સાડીમાં લપાઇ જવુ તેને ખૂબ ગમતુ, મા સાડી પહેરતી હોય ત્યારે તેના પગ