અહોભાવ

(27.7k)
  • 6k
  • 4
  • 2.1k

' પચાસ લાખના ડોકયુમેન્ટસ પાછળ અાવી ઢીલાશ ન પરવડે .! 'ઉજ્જડ ગામમાં એરંડિયો પ્રધાન સમા , અંગૂઠાછાપ ભોગેશની ટકોર સુણી કુમારની ખોપરી સણકી ગઈ . તેણે પૂરતી કાળજી રાખીને કામમાં કોઈ કસર ન રાખતા કટ ટુ કટ ડોકયુમેન્ટસ તૈયાર કરવાની સંપૂર્ણત કોશિશ કરી હતી પણ રમઝાન ઈદની રજા વચમાં અાવી જતાં સાઉદી કોન્સ્યુભ્લેભ્ટનું દફતર બંધ હોવાથી તે પાછો પડયો હતો ! અામાં તેનો કોઈ જ દોષ નહોતો ! છતાં ભોગેશે બેંક વ્યાજ બચાવવાની ધૂનમાં ટકોર કરી હતી . કામમાં પોતે જ ચોક્કસ દાવો કરનાર મુલજી દાસના ખાંધિયાને તેણે સણસણતો જવાબ અાપ્યો