અદકેરા માનવીઓ

(19)
  • 2.7k
  • 1
  • 808

સવાર નહિ આજે તો સાંજ રંગીન લાગે છે. હરહંમેશ શરૂઆત સવારથી થાય છે. અહીં શરૂઆત સાંજથી કરીએ તો કેવું રહ? શરૂઆત માટે કોઈ સમય થોડો જરૂરી છે. ગમે ત્યારે શરૂઆત કરી શકીએ. શબનમી રાત ને પૂર્ણિમાની કળા, શુ રાત છે, પ્રેમીજનો માટે તો જાણે સોનાનો સૂરજ ઉગે. મદહોશીનો પ્યાલો પીવાયો હોય એમ પ્રણયીજન રાત વિતાવતા હોય છે. આવી જ એક રાતે બે ઓળા ગામ તરફ ચાલ્યા આવે છે. એક જમાનાની ધુળ ચાટેલ હોય એવુ અનુભવી હશે, એની ચાલમાં મક્કમતા હતી, ને બીજો હજી તો મૂછનો દોરો પણ નહીં ફૂટ્યો હોય એવો, ફુંટુ ફુંટુ થઈ રહ્યો હોય એવો તરવરાટ ચાલમાં વરતાતો હતો.