પ્રતિક્ષા ૨૦

(132)
  • 4.4k
  • 4
  • 1.6k

રઘુની સીધી આંખમાં વેગેનારની પીળી લાઈટ ઘુસી આવી હતી. તે લાઈટથી અંજાઈ તેણે પળવાર પુરતી જ આંખો મીંચી હતી. બે ત્રણ વાર ઉપરાઉપરી પલકો ઝપકાવી ફરીથી ઉર્વિલ તરફ જોવાની કોશિશ કરી પણ ત્યાં સુધીમાં તો ઉર્વિલ વેગેનારમાં બેસી ગયો હતો. રઘુ સાથે આવેલા ત્રણેય છોકરાઓને કોઈજ વાતમાં કોઈ રસ નહોતો રહ્યો હવે. તે આમ પણ ઉર્વિલથી સહેજ છેટે ઉભા હતા. તે હજુ પગ ઉપાડે તે પહેલા તો વેગેનાર તે ત્રણેયને સામે જ આવતી દેખાઈ. રઘુ કારથી બહુ દુર નહોતો તે ઉતાવળે સીધો કારમાં બેસી ગયો અને તે ત્રણેય પણ હાંફળા ફાંફળા થતા કારમાં ગોઠવાઈ ગયા અને રઘુએ વેગેનાર પાછળ બોલેરો